Mangal Jivan Trust
Mangal Jivan Trust - Founder
Shri Respected Dr. Dev Yogi Dada
[ M. Sci. | Ph. D. ]
પૂજનીય વૈકુંઠવાસી શ્રી ડો દેવ યોગી દાદા
દાદાજી વિષે સર્વ પ્રથમ જીવન માં સંઘર્ષ અને વેદના ને જીવવું પડે છે; સંઘર્ષ ની અગ્નિ માં હોમાવું પડે છે; અને વેદના ની વેદી માં આહુતિ આપવી પડે છે; દાદા નું જીવન એક દાનયજ્ઞ જેવું જ હતું અને આજે પણ અનેક લોકો ને પ્રેરણા જીવન માં દાદા આપે છે; ડો દેવ યોગી દાદા ને જન્મ થી જીવન માં કશું આસાની થી મળ્યું ના હતું અને શાળા ના શિક્ષણ થી લઇ ને ઉચ્ચ પી એચ ડી ની ડિગ્રી સુધી ની યાત્રા એક જ્ઞાનવંત સાધુ જેવી હતી; લગ્ન જીવન માં પત્ની અને દીકરી સાથે રહેતા સંશોધન માં કંઈક કરવા નો ધ્યેય હતો; અને કડી કોલેજ માં અધ્યાપક ની નોકરી ની વ્યસ્તતા સાથે તેમણે મમતા નામ ની સંસ્થા શરુ કરી અને તેમાં દિવ્યાંગ અને અપંગ વ્યક્તિ ઓ ની સેવા માટે નો ઉદેશ્ય હતો; તેમાં ઘર ના લગ્નજીવન નો સંપૂર્ણ ત્યાગ કરવા નો વારો આવ્યો; સમાજસેવા માં " વસુધૈવ કુટુંબકમ " નો રસ્તો હતો; ધીરે ધીરે મમતા કેન્દ્ર વિકસિત થયું; અને એમાં 400 થી વધારે બાળકો ને આશ્રય મળ્યો અને સમાજ માં જીવવા માટે તૈયાર કર્યા;
દાદાજી એ પ્રાધ્યાપક ની નોકરી માં થી રિટાયરમેન્ટ બાદ જમીન સેદ્રાણા ગામ પાસે ખરીદી અને ત્યાં ટ્રસ્ટ ના પાયા નખાયા; મંગલ જીવન ટ્રસ્ટ નામ આપવા માં આવ્યું; શરૂઆત માં ઘણી મુશ્કેલી ઓ અને પડકારો આવ્યા હતા; પણ શરૂઆત માં આ જગ્યા એ માત્ર દશ બાર વૃક્ષો હતા આજે અહીંયા 4000 થી વધારે વૃક્ષો છે; અને અહીંયા ખેતીવાડી પણ કરવા માં આવે છે અને અહીંયા આંબળા + ઘઉં + શાકભાજી ઉગાડવા માં આવે છે; સાથે દશ દુધાળા પશુ ગાય ભેંશ પણ છે; અહીંયા જમવા માટે નું જીવીબા નું રસોડું છે; અત્યારે 14 બાળકો અને 24 ઘરડા વૃદ્ધ રહે છે; અહીંયા નેચરોપથી સેંટર પણ છે; બાળકો ને અભ્યાસ માટે પુરી વ્યવસ્થા છે; અને વૃદ્ધ પણ ખુબ શાંતિ થી જીવી અને રહી શકે તેવી પુરી વ્યવસ્થા છે;
દાદાજી 24 જાન્યુઆરી 2023 ના રોજ વૈકુંઠ - નિર્વાણ ની યાત્રા એ ગયા; આજે દાદાજી ના સ્વપ્ન , દ્રષ્ટિ , અભિગમ ને જીવંત રાખવા માટે મનીષા સથવારા અને જીતેન્દ્ર સથવારા સંપૂર્ણ જવાબદારી સાથે સંસ્થા ના દરકે કાર્ય પુરા કરે છે; આજે સંસ્થા માં વહીવટ માં શ્રેષ્ઠતા અને સહજતા થી દરેક નિર્ણય લેવા માં આવે છે; આગળ ના 2030 વર્ષ સુધી માં મંગલ જીવન સંસ્થા માં નીચે ની પ્રવૃત્તિ ઓ કરવા માટે ના આયોજન કરવા માંગીયે છીએ;
>> સમાજ માં વૃદ્ધો માટે એમના અધિકાર અને હક માટે વિવિધ કાર્યક્રમ કરવા અને ઉત્તર ગુજરાત/ગુજરાત ના આગેવાન અને સિનિયર સિટીઝન ને આવા કાર્યક્રમ માં આમંત્રિત કરવા અને એમના જીવન કેવી રીતે સુંદર રીતે જીવી શકાય + વૃદ્ધ અવસ્થા માં કેવી આદતો થી જીવન ને સહજ અને ભરપૂર જીવી શકાય; વૃદ્ધ અવસ્થા એ નિર્વાણ સુધી ના સમય ને એક ઉત્સવ ની જેમ કેવી રીતે જીવી શકાય; આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યક્રમ વૃદ્ધો માટે આયોજન કરવા છે;
અમારે એક નાની 60 સીટ વાળી એક સુવિધાજનક બસ ની જરૂર છે; અને દાન માં આવા કાર્યક્રમ નું આયોજન કરી શકે તેવા લોકો ના દાન અને સહકાર ની જરૂર છે; એક કમ્પ્યુટર ની લેબ બનાવવી છે જેમાં 10 કમ્પ્યુટર હોય અને ઈન્ટરનેટ ની ટેક્નોલાજી થી સુસજ્જ હોય; વૃદ્ધ માતા પિતા જેવા માણસો ને આ આધુનિકરણ શીખવવું છે; જેના થી તેમના જીવન માં એક સુખ ના રંગ અને સ્મિત ચહેરા ઉપર લાવી શકીયે;
>> માતા પિતા વિના ના અને ગરીબ બાળકો અમારી પાસે આવે છે; અહીંયા આવા બાળકો ને દત્તક લેવા ની કાયદેસર ની વિધિ થી લઇ ને તેમને જીવન માં પાછા સમાજ ના મૂળ માળખા માં સ્થાયી કરવા નું મિશન અમારી પાસે છે; જીવનપર્યંત આ મિશન સાથે અમારે કામ કરવું છે;
આવા બાળકો કાલે ડોક્ટર + એન્જીનિયર + ઉદ્યોગપતિ + દુકાનદાર + આઈ એ એસ + સરકારી સંસ્થા માં નોકરી કરી શકે; અને સમાજ માં એક સફળ જીવન જીવી શકે તેવા સપના અમારી સંસ્થા જોઈ રહી છે; અમારી પાસે ઘણા અપંગ અને દિવ્યાંગ બાળકો દાદાજી પાસે મમતા સંસ્થા માં થી એક સફળ જીવી રહ્યાં છે; અમારે બાળકો માટે દરેક બાળક ને ઉચ્ચ અભ્યાસ માટે ની ફી અને સુવિધા માટે દાન ની આવશ્યકતા છે; અને બાળકો માટે જુદા જુદા સ્પોર્ટ્સ ના સાધનો આપી શકે તેવા દાન ની પણ જરૂરત છે; બાળકો ને ઓનલાઇન પ્રોજેક્ટર ઉપર શિક્ષણ આપવા માટે પ્રોજેક્ટર ની જરૂર છે; અમારે બાળકો માટે જીવન માં આદર્શો અને સિદ્ધાંતો નું મૂલ્ય સમજાવી શકે તેવા સમાજસેવા કરતા અનેક લોકો ની સેવા ની જરૂર છે;
>> સંસ્થા માં એક દિવસ આવી ને અહીંયા ની દિવ્યતા ને જોઈ , સમજી કે જાણી શકે તેના માટે અમારો સંપર્ક આજે જ કરી ને રૂબરૂ મુલાકાત લો અને પોતાના જીવન ના કિંમતી સમય માંથી થોડા ક્ષણ એવા જીવી જાઓ કે જેમાં સેવા + સુંદરતા + સહજતા + સહયોગ નો સમન્વય એક સાથે જોવા મળે; પ્રકૃતિ ના ખોળે આવેલ આ સંસ્થા માં અનેક રીતે મદદરૂપ થઇ શક્યે એમ છીએ; એમાં સમય + આર્થિક + વસ્તુઓ + સગવડો ને આપી ને આજે પુણ્ય ના ભાગીદાર બનીયે; જીવન માં બધું મળે છે; સુખ + સગવડો + સંપત્તિ + પરિવાર + સફળતા પણ પુણ્ય તો કમાવું પડે છે; જે આપણા નિર્ણય અને કર્મ ની ભાગીદારી થી કમાવાય છે;
ૐ શાંતિ । જય હિન્દ
મંગલ જીવન ટ્રસ્ટ
સેદ્રાણા - સિદ્ધપુર - ગુજરાત - ભારત