top of page
mother-3208577_edited_edited.png
child-praying-1929443_edited.png
baby-sleeping-4310385_edited.png
DSCN1712_Fotor.jpg

About Me

શ્રી મનીષા સથવારા 

મૅનેજિંગ ટ્રસ્ટી । મંગલ જીવન ટ્રસ્ટ 

 

માણસ ના જીવન માં પરોપકાર + સેવા + નિષ્વાર્થતા એ માણસ ની ખાનદાની માં  હોય છે; મનીષા સથવારા એક શિક્ષક ના સુપુત્રી છે અને જીવન ના બહુમૂલ્ય પાઠ જીવન માં પોતાના દાદા દાદી પરિવાર , માતાપિતા પાસે શીખ્યા છે; પોતે શિક્ષણ થી MA B Ed નો અભ્યાસ કર્યો છે; એક શ્રેષ્ઠ વહીવટકર્તા તરીકે આજે મનીષાબેન મંગલ જીવન માં દાદાજી ના નિર્વાણ બાદ સફળતા પૂર્વક કાર્ય કરી રહ્યા છે; ખુબ સંયમી + પરગજુ + સેવાભાવી સ્વભાવ થી દરેક જણ જોડે સહકાર થી અહીંયા સંસ્થા નો વહીવટ કરી રહ્યાં છે; અન્ય માટે સમાજ સેવા કરવા માટે માણસ પાસે કરુણા અને માનવતા જેવા મૂલ્યો સમજદારી હોવી એ અનિવાર્ય છે; 

 

મંગલ જીવન માં છેલ્લા 15 વર્ષ થી દેવ યોગી દાદાજી જોડે મનીષાબેન સેવા અને સમાજ ઉપયોગી કાર્યો માં જોડાયેલ છે; દાદાજી ના નેજા હેઠળ જ એમણે સંસ્થા ના વહીવટ માં યોગદાન આપ્યું છે; સંસ્થા ના આર્થિક - ખર્ચ વહીવટ + વ્યવસ્થાઓ + 14 અનાથ બાળકો અને 24 વડીલો - સીનીઅર સિટીઝન જોડે સંસ્થા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેસાણા થી સિદ્ધપુર રોજ આવવા - જવા થી લઇ ને દરેક પ્રોગ્રામ + ઈવેન્ટ્સ માં કાર્યરત છે;

 

મંગલ જીવન નું સંકુલ 15 એકર જમીન માં ફેલાયેલ છે; જૈવિક અનાજ ની ખેતીવાડી + પશુપાલન + રસોડું + સંસ્થા માં આવનારા મહેમાન + અનાથ બાળકો + વૃદ્ધ મહિલા પુરુષો + નેચરોપથી ના ક્લીનીક + છોડવા ઓ ની નર્સરી + શાકભાજી + ફળફૂલ નું વાવેતર + જમીન અને બગીચા ઓ ની માવજત આ સર્વ કાર્યો આજે મનીષાબેન ના નેતૃત્વ માં કરવા માં આવે છે; 

 

મનીષાબેન ના જીવન ના મૂલ્યો જેવા કે સમાજસેવા + સામાજિક જાગૃતિ + કરુણા + કૃતજ્ઞતા + નિષ્વાર્થતા + પ્રગતિ + દીર્ઘદ્રસ્ટા છે; જે સંસ્થા ને એવા મુકામ ઉપર લઇ જવા માંગે છે જેમાં જે લક્ષ્ય કે આશય સાથે સંસ્થા ના બીજ રોપાયા હતા એ મૂલ્યો અને કારણો જળવાયેલા રહે અને જનકલ્યાણ હેતુ ઘણા બધા કાર્યો કરવા ની નિર્ણયશક્તિ મનીષાબેન ધરાવે છે; એમના આ સમાજ સેવાના કાર્ય માં એમના પતિ તથા એમના દીકરાનો ખુબજ સહયોગ મળે છે. ઘર પરિવાર અને સંસાર વચ્ચે થી સમય કાઢી આ સેવાના કાર્યમાં જોડાવા માટે તેમના પતિ ની સમજદારી અને સહયોગ મળ્યો છે ત્યારે તેઓ આ કાર્ય કરી શકે છે; 

 

અનાથ અને સમાજ થી વુખુટા પડી ગયેલા બાળકો ને કાયદેસર રીતે આ સંસ્થા દત્તક લે છે અને વૃદ્ધો ને પણ સાચવે છે; બધા ને સમાન સ્નેહ + કાળજી + સલામતી આપવા માટે મનીષાબેન સતત કાર્ય માં જોડાયેલ છે; 

આગામી વર્ષ માં મનીષાબેન ના ઘણા સંસ્થા માટે ના લક્ષ્ય છે જે નીચે મુજબ પોઈન્ટ્સ માં છે; 

ડોનેશન અને સમાજસેવા કરવા જોડાઈ શકે તેવા જાગૃત યુવાનો ને પ્રેરણા આપવી છે; 

દત્તક લીધેલા બાળકો ને શ્રેષ્ઠ શિક્ષણ + મૂલ્યનિષ્ઠ કેળવણી + આદર્શવાદી જીવન આપવું; 

બાળકો સમાજ માં ફરી સફળતા પૂર્વક પ્રસ્થાપિત થાય અને જીવવા માટે આશાવાદી બને તેવા કાર્યો માં તેમને જોડવા;

બાળકો આધ્યાત્મિક + આત્મગૌરવી + શિક્ષિત થઇ ને આત્મનિર્ભર બને + સફળતા પૂર્વ જીવે એ પ્રથમ લક્ષ્ય છે; 

વૃદ્ધ મહિલા ઓ ને ધાર્મિક પ્રવૃત્તિ માં જોડવા અને સંસ્થા માં નાની મોટી સેવા આપવા પ્રેરિત કરવા; 

વૃદ્ધ પુરુષો ને બાળકો ને હૂંફ + કાળજી આપવા પ્રેરિત કરવા અને ધાર્મિક પ્રવૃત્તિ માં જોડવા; 

બાળકો અને વૃધ્ધો ને બધા ને એક પરિવાર ની જેમ મોતી ની માળા ની જેમ પરોવી દેવા; 

 

મેડિકલ + સ્વસ્થ ને લગતા કેમ્પ કરવા અને સમાજ જાગૃતિ માટે જુદાજુદા પ્રોગામ કરવા; 

 

ચિત્રકામ + લેખન + વાંચન + રચનાત્મકતા માટે પ્રોગામ યોજવા; અને બાળકો અને વૃદ્ધ વડીલો ને પ્રેરણા આપવી;

 

એક રૂમ માં મોટી પુસ્તકાલય બનાવવી અને વર્ષ માં સારા પુસ્તકો ની ખરીદી કરવી અને ભેટ માં પુસ્તકો નો સ્વીકાર કરવો; 

 

એક બસ વાહન વસાવવું + એક કમ્પ્યુટર ની રૂમ બનાવવી + ઓનલાઇન અને બૂક્સ ની લાઈબ્રેરી બનાવવી + જૈવિક અનાજ ની ખેતી + આંબળા નો પાક + સુખડ ની ખેતી + શાકભાજી ના વાવેતર + ફૂલ ના પ્લાન્ટેશન + ફળ ની બાગાયતી ખેતી દ્વારા સંસ્થા માં આવક ઉભી કરવી અને આ કામ માટે માણસો ને પગાર આપી ને રોકી ને સંસ્થા ને મજબૂત બનાવવી; 

 

રવિવાર ના રોજ સર્વધર્મ પ્રાર્થના નું આયોજન કરવું અને કલાક માટે યોગ કે ધ્યાન માટે સર્વ માટે સમય ફાળવવો; 

રાષ્ટ્રપિતા ગાંધીજી ના મૂલ્યો અને વિચારધારા પ્રમાણે સાદગી + પરિશ્રમ + અહિંસા + પ્રેમ + સત્યાગ્રહ ના સિધ્ધાંત શીખવવા; 

 

સંસ્થા ની આગેવાની માં અને એક સફળ નેતૃત્વ માં એક ભારત ની એક શ્રેષ્ઠ NGO નું નિર્માણ કરવું; 

 

આ દ્રષ્ટિ સાથે મનીષાબેન દરેક નિર્ણય અને કામ પુરા કરવા સમય અને સેવા સમર્પિત કરે છે; 

 

सेवाधर्मः परमगहनो ॥ भावार्थ : >> सेवाधर्म बड़ा कठिन धर्म है ।

 

सुखस्य मूलं धर्मः ॥ भावार्थ : >> धर्म ही सुख देने वाला है ।

 

कालवित् कार्यं साधयेत् ॥ भावार्थ : >> समय के महत्व को समझने वाला निश्चय ही अपना कार्य सिद्धि कर पाता है ।

 

જય હિન્દ  

 

Manisha Sathwara 

Mangal Jivan Trust | Managing Trustee 

Mobile Contact Number | 9727280101

bottom of page